પર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું! વાંચો ટ્રમ્પે જણાવેલી વાતનો ઇતિહાસ

17

“આવું ક્યારેય નહોતું થવું જોઈતું. આ જ્યાં શરૂ થયું ત્યાં જ ખતમ થવાની જરૂર હતી!”

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કોરોના વાઇરસની અમેરિકા પર મચી રહેલી તબાહી વિશે આવું કહ્યું. ચીન પર તેમણે વધુ એકવાર આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકા પર આટલો ભયાનક હુમલો અગાઉ ક્યારેય નથી થયો. આ મહામારી પર્લ હાર્બર પર થયેલા હુમલા કે ૯/૧૧ના હુમલા કરતા પણ ભયાનક છે.

અમેરિકન પ્રેસિડેન્ટે જે ‘પર્લ હાર્બર’ હુમલાની વાત કરી તે શું છે? ઘટના ખરેખર હલાવી જાય તેવી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયે પર્લ હાર્બરની ઘટના ઘટી હતી.

War, Soldiers, Marine

જ્યારે અમેરિકન બંદરનું ધનોત-પનોત નીકળી ગયું:
૧૯૪૧ના ડિસેમ્બર મહિનાની એક સવારની વાત છે. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ અમેરિકા હજુ સુધી તટસ્થ હતું. યુદ્ધમાં ન ભળવાનો તેનો નિર્ણય હતો. પણ અમેરિકા માટે એ ગોઝારી સવાર થઈ જેણે વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો.

પર્લ હાર્બર બંદર પર ગીધડાંઓનાં ઝૂંડની જેમ અનેક જાપાની બોમ્બર વિમાનો ઉડી આવ્યાં! પર્લ હાર્બર અમેરિકન સૈન્ય માટે મહત્ત્વનું બંદર હતું. અનેક ગંજાવર યુદ્ધજહાજો અહીં લાંગરેલાં હતાં. સૈનિકો પણ હતા. જાપાની ફાઇટર બોમ્બર વિમાનોએ બોમ્બવર્ષા શરૂ કરી. આકાશ ગર્જી ઉઠ્યું, સમુદ્ર હિલોળે ચડ્યો અને ચિચિયારીઓ સંભળાવા લાગી.

Atomic Bomb, Weapons Of Mass Destruction

લગભગ સવા કલાક સુધી જાપાનનાં વિમાનોએ લગાતાર પર્લ હાર્બર પર બોમ્બવર્ષા કરી. આ ભયાનક હુમલામાં અમેરિકાના ૨૪૦૦ જેટલા સૈનિકો માર્યા ગયા! જગતભરમાં જેનો જોટો નહોતો એવા હડીમદસ્તા જેવા ૧૯ યુદ્ધજહાજોમાંથી ૮ તો સીધા જ દરિયાદેવનાં પેટાળમાં પહોંચી ગયાં. એની ઉપર રહેલા સૈનિકોને માથે મોત નાચ્યું.

અહીઁ જ ૩૦૦ કરતા પણ વધારે અમેરિકન ફાઇટર પ્લેન પાર્ક થયેલાં હતાં. આકાશી બોમ્બ ઝીંકાતા એમાંથી અનેકનો સંપૂર્ણ ખુરદો વળી ગયો. ઘણાં ક્ષતિગ્રસ્ત થયાં. ઘાયલ થયેલા અમેરિકનોની સંખ્યા તો અનેકગણી હતી. હજાર જેટલા સૈનિકો લાપતા બન્યા. ૧૦૦ જેટલા જાપાની સૈનિકો પણ માર્યા ગયા.

આ તારાજી વેરાઈ ગયા પછી પર્લ હાર્બર બંદર-કમ-સ્મશાનમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું!

સૂતેલો સિંહ જાગ્યો:
પ્રશાંત મહાસાગરમાં જાપાનની સૈનિક ગતિવિધી પર અમેરિકાની નજર ન રહે અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ જમીન પર ઇંગ્લાન્ડ અને નેધરલેન્ડ સહિતનાં યુરોપિય દેશોનાં સંસ્થાનો પર કબજો જમાવવામાં સરળતા રહે એ માટે જાપાને આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

Atomic Bomb, Nuclear Weapon, Fat Man

પણ આ પછી અત્યાર સુધી તટસ્થ રહેલા અમેરિકાએ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ કરી નાખ્યું! બીજા વિશ્વયુદ્ધમાં જાપાને બ્રિટન સહિતના દેશોનો પક્ષ લઈને સંગ્રામ ખેલી નાખ્યો. ૧૯૪૫માં અમેરિકાએ જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર ઉપરાછાપરી બે ભસ્માસુર એટમબોમ્બ ઝીંક્યા અને જાપાનનો એ ઘડીએ તો જાણે સર્વનાશ જ કરી નાખ્યો! કહેવાય છે, કે અમેરિકાએ પર્લ હાર્બરનો બદલો લીધો. બદલાની રીત જો કે, રાક્ષસને પણ શરમાવે તેવી હતી.

જાપાને કરેલું કૃત્ય આજે સામાન્ય માણસને યાદ નથી. કેમ કે, એ એટલી હદે રાક્ષસી નહોતું, જેવું અમેરિકાએ કર્યું હતું! આખરે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. બીજું બાજુ હિટલરે પણ જર્મનીમાં અંડરગ્રાઉન્ડ આત્મહત્યા કરી લીધી અને બીજું વિશ્વયુદ્ધ લોહિયાળ ઇતિહાસ લખીને ખતમ થયું.

આ પર્લ હાર્બરના હુમલાથી પણ ભયંકર અત્યારની કોરોના મહામારી છે એવું અમેરિકા માને છે.

આશા છે, કે આર્ટિકલ પસંદ પડ્યો હશે. એવું હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

Author: Technosays.com

તમે આ લેખ Indian Army ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ Indian Army લાઈક કરી જોડાઓ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here