સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે બબાલ, જવાનો ઘાયલ- જાણો વિગત

15

ચીન ભારતની સરહદ પર થોડા થોડા સમયે પોતાની અવળચંડાઇ બતાવતું હોય છે અને ત્યારે ભારતીય સેનાના સુત્રોના જણાવ્યાં અનુસાર સિક્કિમ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો.

ANI ન્યુઝ અનુસાર ભારત અને ચીનના સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભારત-ચીનના સૈનિકોને નાની-મોટી ઇજા પહોંચી છે. આ ઘટના નાકૂલા સેકટર પાસેની છે. આ વિસ્તાર 5 હજાર મીટરથી પણ વધારે ઉંચાઇ પર છે.

મળેલા રિપોર્ટ નૌસાર, આ ઘટના મુગુથાંગની આગળ નાકુ લા સેન્ટરમાં શનિવારે થઈ હતી. આ વિસ્તાર 5000 મીટરની ઉંચાઈ પર છે. એક ઓફિસરે જણાવ્યુ કે, 4 ભારતીય અને 7 ચીની સૈનિકોને પણ ઈજા થઈ હતી. આ બબાલમાં બંને દેશ વચ્ચે લગભગ 150 સૈનિક સામેલ હતા

War, Desert, Guns, Gunshow, Soldier

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ટકરાવાને સ્થાનિક સ્તર પર જ ઉકેલી લેવામાં આવ્યો છે. બંને દેશોના સૈનિકો વચ્ચેની ટકરાવ બાદ સૈનિકો પોત-પોતાની પોસ્ટ પર પરત ફરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સરહદ વિવાદને લઇને સૈનિકો વચ્ચે નાનો-મોટો ટકરાવ જોવા મળતો હોય છે. જો કે આ પ્રકારનો ટકરાવ ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યો.

Hands, Barbed Wire, Caught, War

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 માં, ડોકલામમાં ઇન્ડિયા અને ચીનનાં સૈન્ય વચ્ચે 73 સુધી ગડબડી થઈ હતી. ચીનની આર્મીએ આ વિસ્તારમાં રસ્તાનુ નિર્માણ શરૂ કર્યું હતું અને ભૂટાન તરફ મદદનો હાથ લંબાવતા, ભારતીય સેના ડોકલામ પહોંચી અને રસ્તાના નિર્માણનું કામ અટકાવી દીધું. પછી બંને દેશોની સૈન્ય 73 દિવસ માટે એક જ સ્થિતિમાં તૈનાત હતી. રાજદ્વારી વાટાઘાટો પછી ઓગસ્ટમાં અંત આવ્યો હતો.

Author: Technosays.com

તમે આ લેખ Indian Army ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ Indian Army લાઈક કરી જોડાઓ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here