ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ મોબાઈલ પર વ્યસ્ત હોવાને લીધે આચાર્યએ હથોડાથી તોડ્યા 16 મોબાઈલ ફોન અને પછી જે થયું તે…

12

આજના સમયમાં દરેક કોઈ મોબાઈલ ફોનના આદતી બની ગયા છે. મોટાભાગના સમયમાં લોકો પોતાના મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે. એવામાં કર્ણાટકની એક કોલેજના આચાર્ય આ વાતથી એટલા નારાજ થઇ ગયા કે તેણે ક્લાસરૂમમાંથી દરેક વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન જપ્ત કરી લીધા અને હથોડાથી તોડી નાખ્યા.

કર્ણાટકના એમઈએસ ચૈતન્ય પિયુ કોલેજના આચાર્ય ક્લાસરૂમમાં લેક્ચરના સમયે પણ વિદ્યાર્થીઓના મોબાઈલ ઉપીયોગ કરવાને લીધે દુઃખી થઇ ગયા હતા, તેમણે બાળકોને ઘણીવાર ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં લેક્ચરના સમયે મોબાઇલનો ઉપીયોગ કરતો જોવા મળશે તો તે વિદ્યાર્થીનો મોબાઈલ તોડી નાખવામાં આવશે.

તેમ છતાં પણ વિદ્યાર્થીઓ લેક્ચરના સમયે પણ પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહેતા હતા. આ બધું જોઈને આચાર્યને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે તરત જ હથોડો મંગાવ્યો અને દરેક વિદ્યાર્થીઓના ફોન તોડી નાખ્યા. એવામાં આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.

એવામાં કોલેજના અધિકારીઓએ પોતાના મંતવ્યમાં કહ્યું કે, લેક્ચરના દરમિયાન પણ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચૈટ કરવા માટે મોબાઈલનો ઉપીયોગ કરતા હતા જેને લીધે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલેજના અધિકારીઓ દ્વારા અચાનક જ ચેકીંગ કરવાના સમયે વિદ્યાર્થીઓ પાસેથી 16 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. જેના પછી દરેક વિદ્યાર્થીઓને કોલેજના હોલમાં એકઠા થવાનું કહેવામાં આવ્યું જેના પછી કોલેજના આચાર્ય પહોંચ્યા અને દરેક વિદ્યાર્થીઓના જપ્ત કરેલા મોબાઇલ હથોડા વડે તોડી નાખ્યા.

Auther : Technosays

આ લેખ તમે Technology Yug ના માધ્યમ દ્વારા વાંચી રહ્યા છો. આ પેજ ઉપર અમે ભાવનાત્મક વાર્તાઓ, આરોગ્યની માહિતી, બોલિવૂડના સમાચારો, ધાર્મિક વાર્તાઓ, વાનગીઓ અને અન્ય રોચક માહિતી આપ સુધી પહોંચાડીયે છીએ. લેખ ગમ્યો હોય તો અમારું ફેસબૂક પેજ લાઈક કરવાનું ના ભૂલતા >>>Technology Yug

અસ્વીકરણ: TECHNOSAYS.COM અહીં જણાવેલ કાર્યવાહીના પરિણામ રૂપે કોઈ ચોક્કસ પરિણામની બાંયધરી આપતું નથી અને પરિણામો વ્યક્તિ-વ્યક્તિમાં બદલાઇ શકે છે. આ પૃષ્ઠોના મુદ્દા કે જેમાં ટેક્સ્ટ, ગ્રાફિક્સ, વિડિઓઝ અને આ વેબસાઇટ પર સમાયેલી અન્ય સામગ્રી શામેલ છે તે ફક્ત માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ માટે બદલવી જોઈએ નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here